Sunday, September 12, 2010

પત્નીને ખુશ રાખવાના ઉપાયો (ભાગ-૨)

26. અઠવાડિયે એક વાર તો સમય અને સંજોગો જોઇ ને પૂછી લો કે "કેમ આજે ઢીલી લાગે છે?"
27. શાક સારુ ના બન્યુ હોય તોઅંદર ટોમેટો સોસ નાખો, ફરિયાદ ન કરો.
28. એક હાથથી ભાખરી ન તૂટતી હોય તો બીજો હાથ વાપરો ! ભગવાને બે હાથ શેના માટે આપ્યા છે?
29. કામવાળો રજા ઉપર હોય તો ઘરમાંએક જ વાર ચા પીવો.
30. સફેદ કપડા ક્યારેય ન ખરીદો.અથવા તો પાન-મસાલા છોડી દો.
31. બેલ વાગે તો દરવાજો ખોલવાતમે જાવ, એમાંકાંઇ વારા થોડા પડાય બોસ!
32. ઓફિસનુ કામ ઘરે ન લાવો.
33. શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ.
34. તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો.
35. એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ એ પોતે કહે તો પણ ટાળજો, છેવટે બન્ને ખુશ રહેશો!
36. નવા ડ્રેસમાં એ જાડી લાગેતો એમ કહેજો કે "આ ડ્રેસ એક સાઇઝ નાનો આવી ગયો લાગે છે"
37. એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટ છે તેવુ જાહેર કરો
38. લાલ કપડામાં પોસ્ટ ઓફિસના ડબલા જેવી લાગે છે તેવી લોથલ જોક ન મારવી. લાલ કપડામાં સાગરમાં ડિમ્પલ કાપડિયા આવીજ લાગતી હતી એમ કહો.
39. લગ્નદિવસે સાચા સોનાના ઘરેણા લાવી આપો.
40. તમે ખરીદેલી વસ્તુની સાચીકિંમત એના મોંઢે બોલવા દો, અને પછી એની બોલેલી કિંમતની આજુબાજુનો કોઇ પણ આંકડો પાડી દો.તમે જો ડાહ્યા થઇ ને પહેલાજ સાચી કિંમત જાહેર કરશો તો "તમે છેતરાયા" એવુ પ્રમાણપત્ર આપશે અથવાએના માટે તમે "કાયમ હલકી વસ્તુ લાવો છો" એ વાત પર મામલો બીચકશે
41. ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલના ઇન બોક્સમાંથી SMS ડીલીટ કરીને આવો.
42. શક્ય હોય તો મોબાઇલનુ રીસન્ટકોલ લીસ્ટ પણ ડીલીટ કરીને ઘેર આવો.
43. એની મોટી બહેનના ગંદા-ગોબરાતોફાની છોકરાને જોતા જ તેડી લો, અને કહો "કેટલો ક્યુટ અને નૉટી છે!"
44. તમારા સાસરે કૂતરો રાખ્યોહોય તો એ તો તમને ચાટશે જ, મોં નહી બગાડવાનુ, અને એને એની હાજરીમાં ભગાડવાનો કે હટ નહીં કહેવાનું.
45. એ રડે તો રૂમાલ નહીં,એને જે જોઇતુ હોય તે લાવી આપો.
46. રક્ષાબંધને સાસરે જ જમવાનુ ભાઇ! બેસતું વર્ષ અને ભાઈબીજ પણ સાસરે જ ઉજવવા. અને રવિવારે સાસરે ના જવું હોય તો ખર્ચો કરીને બીજે ગમે ત્યાં ફરવા જવાનું.
47. દાળમાંથી કોથમીર અને બીજો કચરો કાઢતા કાઢતા કોઇના બાવડા સુજી ગયા હોય તેવા વૈજ્ઞાનિક પુરાવા નથી, માટે ખોટી ફરિયાદ કરવાનું બંધ કરો.
48. "સાસરૂ સોનાની ખાણ"ની ડીવીડી વસાવી લો
49. ફોનનું બિલ એના લીધે વધારે આવે છે એવુ કદી ન કહો.
50. મુસાફરીમાં બધો સામાન તમેજ ઉપાડો! પોત-પોતાનો સામાન પોતે ઉપાડે એટલી બધી સ્ત્રી સમાનતા હજુ આપણા દેશમાં આવી નથી!

નોંધ:
૧) આ ઉપાયો અંગે લખનાર કોઈ ગેરેંટી નથી આપતા, તેમજ ઉપાય કારગત ના નીવડે તો આ અંગે કોઈ પણ પ્રકારની તકરાર કરાવી નહિ.
૨) આ ઉપાયો મેં અજમાવેલા છે કે નહિતેવો બેવકુફ જેવો પ્રશ્ન કરવો નહિ. બેવકુફ જેવા પ્રશ્નો પૂછવાની પેટન્ટ મારી પાસે છે.
3) ઉપરના ઉપાયો પર પિષ્ટપેષણ કરી સમયબગાડવો નહિ. એટલા સમયમાં પત્નીની ઘણી સેવા થઇ શકે છે.
૪) કુંવારાઓ માટે શું? એવા વાહિયાત સવાલો અહી ન કરવા.

No comments: