My humble attempt and musing to grow up and hopefully be a better human being during this life time. I plan to share some of the books, writings, poems that have helped me grow up so far. Of course the journey continues till the last day. I would love to hear from the readers which books, writings, poems, anything else which have influenced them in their lives. ~~ I get lots of nice "forwarded" emails. The blog also serves as collecting pot of these selected stories & writings.
Showing posts with label point to ponder; gujarati. Show all posts

Wednesday, September 4, 2013
Sunday, April 1, 2012
Saturday, March 31, 2012
સંબંધનો એક ચમકારો પણ પૂરતો હોય છે (ચિંતનની પળે)
ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ
ધન વિના મોજશોખ માણે છે, કોઈ એવા અમીરને ઓળખ,
તું જ આસન લગાવ અંતરમાં, તું જ તારા કબીરને ઓળખ.
- હરજીવન દાફડા
દરેક સંબંધનું એક આયુષ્ય હોય છે. કોઈ સંબંધ કાયમી હોતા નથી. માણસ એની એક જિંદગીમાં અનેક સંબંધો જીવે છે. એક સમયે જે સૌથી નજીક હોય એ થોડા જ સમયમાં દૂર થઈ જાય છે. ઘણી વખત જેની કલ્પના પણ ન હોય એ વ્યક્તિ નજીક આવી જાય છે. સંબંધોનાં કોઈ કારણ નથી હોતાં. કોઈ વ્યક્તિ શા માટે તમારો દોસ્ત છે? કોઈ વ્યક્તિને મળવાનું શા માટે મન થાય છે? જે ગમતું હોય એ જ કેમ દૂર થઈ જાય છે? દૂર થવું હોય તેનાથી દૂર નથી થવાતું અને નજીક રહેવું હોય તેને દૂર જતાં રોકી નથી શકાતા! આ બધું કોણ નક્કી કરે છે? શું સંબંધો નસીબનો જ એક ભાગ છે? આપણને સમજે અને આપણને ગમે એવા લોકો કેમ બહુ થોડા હોય છે?
એક બાળકે તેના ટીચરને પૂછયું, પરી કેમ માત્ર સપનામાં જ આવે છે? ટીચરે કહ્યું કે, આપણાં મનમાં આપણને ગમતી વ્યક્તિની એક કલ્પના હોય છે. એ આપણને રૂબરૂ નથી મળતી ત્યારે સપનામાં આવે છે. દરેક વ્યક્તિના મનમાં અમુક સંબંધો જીવતાં હોય છે, એ ઘણી વખત સજીવન થઈને સામે આવી જાય છે. મોટા થતાં જઈએ એમ સંબંધો બદલાય છે અને સપનાઓ પણ બદલાય છે. મોટા થઈ જઈએ પછી કેમ પરી સપનામાં નથી આવતી? કારણ કે આપણે તેને ભૂલી ગયા હોઈએ છીએ.
સંબંધો સપનાં જેવા છે. ક્યારેક ઊગી નીકળે છે અને ક્યારેક તૂટી જાય છે. આપણને કંઈ લેવા દેવા ન હોય એવી વ્યક્તિ ઘણી વખત આપણી સાવ નજીક હોય છે. ખુશીમાં યાદ આવતાં લોકો અને તકલીફમાં યાદ આવી જતાં લોકો ઘણી વાર જુદા જુદા હોય છે. તમે કેવા લોકો સાથે જીવો છે, કેવા લોકોને મળો છે, કોની સાથે તમને ગમે છે, કોની સાથે તમને ફાવે છે, તેના ઉપરથી તમે કેવા છો એ નક્કી થતું હોય છે. એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે તમારે કોઈ વ્યક્તિને સમજવી કે પારખવી હોય તો તેના મિત્રો અને તેના સંબંધો કોની સાથે છે તેની તપાસ કરો, એ માણસ કેવો છે એ તમને ખબર પડી જશે.
માણસ બદલાય છે એમ એના સંબંધો બદલાય છે. શાળાના મિત્રો જુદા હોય છે, કોલેજના ફ્રેન્ડસ વળી સાવ જુદા હોય છે. સાથે કામ કરનારા લોકોમાંથી અમુક આપણને સારા લાગે છે. બાજુની ચેરમાં બેસીને કામ કરતી વ્યક્તિ પાસે હોય છે પણ સાથે નથી હોતી અને દૂર રહેતા લોકો પાસે નથી હોતા પણ નજીક હોય છે. ઘણા લોકો ચાલ્યા જાય પછી જ યાદ આવતા હોય છે. દૂર જાય ત્યારે જ તેની કિંમત સમજાય છે.
એક ભાઈની બાજુમાં બેસતા કર્મચારીની બદલી થઈ. એ માણસ ઓછું બોલતો પણ જ્યારે બોલતો ત્યારે સુંદર બોલતો. સારું થયું હોય ત્યારે અભિનંદન આપતો અને કંઈ ભૂલ થઈ ગઈ હોય તો સુધારવામાં મદદ કરતો. એ માણસ પ્રેમથી બધાની વિદાય લઈ ચાલ્યો ગયો. તેની જગ્યાએ જે માણસ આવ્યો એ બોલકો હતો. નક્કામી અને વાહિયાત વાતો કરતો રહેતો. કામ હોય ત્યારે છટકી જાય. બદલી પામીને ચાલ્યો ગયો હતો એ માણસ વારંવાર યાદ આવી જતો. કેટલાંક સંબંધો હોય ત્યારે નથી સમજાતા અને ન હોય ત્યારે આવા સંબંધો જિવાઈ જતાં હોય છે.
કેટલાક સંબંધો આગિયા જેવા હોય છે. જરાક અમથા ઝબકીને અજવાળું આપી ચાલ્યા જાય. આગિયાની એક ખૂબી ખબર છે? એ અંધારું હોય ત્યારે જ દેખાય છે. ચારે બાજુ રોશની હોય ત્યારે આગિયાની હાજરી વર્તાતી નથી. કેટલાંક સંબંધો પણ એવા જ હોય છે, એ અંધારા કે મુશ્કેલી વખતે જ પ્રગટે છે. ક્યાંક કોઈ રોશની ન હોય, ક્યાંય ધ્યાન પડતું ન હોય ત્યારે એ સંબંધ જીવતો થાય છે અને મુશ્કેલી દૂર થતાં જ ગુમ થઈ જાય છે. આવા લોકો અને આવા સંબંધો ઘણી વખત એન્જલ કે ચમત્કાર જેવા લાગતા હોય છે. દરેકની જિંદગીમાં ક્યારેક આવી કોઈ વ્યક્તિ આવી જતી હોય છે જે બહુ થોડો સમય રહે છે અને પછી તેની હાજરી સતત વર્તાય છે.
એક માણસ વિદેશ ગયો. અગાઉ ક્યારેય ન ગયો હોય એવું નવું શહેર હતું. આજુબાજુમાં અનેક લોકો હતા, પણ બધા જ અજાણ્યા. કોઈ સામું ન જુએ અને બધા ફટાફટ પસાર થઈ જાય. એ માણસ નવી ધરતી પર ઉદાસ હતો. ક્યાંય ગમતું ન હતું. ગુમસૂમ બેઠો હતો. અચાનક જ એક માણસ આવ્યો. ‘હાય’ કરીને વાતો શરૂ કરી. સાથે કોફી પીવા લઈ ગયો. મજાથી વાતો કરી. હસ્યો અને હસાવતો રહ્યો. અડધી કલાક પછી એ ઊભો થયો અને કહ્યું કે બાય, હું જાઉં છું. તેણે ન તો નામ પૂછયું હતું કે ન નામ કહ્યું હતું. એ જતો હતો ત્યારે પેલા ભાઈએ તેને પૂછયું, તમે કોણ છો? આમ અચાનક મને ખુશ અને હળવો કરીને તમે ચાલ્યા જાવ છો? તમે કોઈ ફરિશ્તા છો? પેલા માણસે આંખમાં આંખ પરોવી અને કહ્યું કે, ના, હું ફરિશ્તો નથી. એક અજાણ્યો માણસ છું. પહેલી વખત આ દેશમાં અને આ શહેરમાં આવ્યો છું. મને ક્યાંય ગમતું ન હતું. જીવ ઉદાસ હતો. તમને જોયા અને મને થયું કે આપણામાં કંઈક સરખું છે. કદાચ એ આપણા બંનેની ઉદાસી હતી. મને થયું કે તમારી સાથે વાત કરું, થોડુંક હસું અને આપણા બંનેની ઉદાસી દૂર કરું. દોસ્ત, મારે નામ નથી કહેવું, આપણો સંબંધ કદાચ આટલી ક્ષણો પૂરતો જ હતો. મારે તો એટલું સમજવું હતું કે, આપણી ઉદાસી દૂર કરવી હોય તો કોઈની ઉદાસી દૂર કરવી જોઈએ. ક્યારેય એકલતા ફિલ ન કરો. આટલું કહી એ ચાલ્યો ગયો. એ માણસ ગયો અને બધી જ ઉદાસી સાથે લેતો ગયો.
કોણ હતો એ ખબર નથી પણ જ્યારે મન ઉદાસ હોય ત્યારે એ નજર સામે આવી જાય છે અને બધી ઉદાસી ચાલી જાય છે. એને મેં નામ આપ્યું છે, આગિયો!
ઘણી વખત સાવ અજાણી જગ્યાએ આવા થોડીક વાર ચમકી જતાં સંબંધો મળી આવે છે. સંબંધો જીવનનો એક ભાગ છે કે પછી સંબંધો જ જીવન છે? કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં તમે કેવું વર્તન કરો છો અને આખી સ્થિતિને કેવી રીતે ટ્રીટ કરો છો તેના પરથી તમારા સંબંધોનું માપ નીકળતું હોય છે.
ઓળખતા હોય તેવા લોકો અને ઓળખતા ન હોય તેવા લોકો સાથેના આપણા સંબંધ કેવા હોય છે? એક વાત યાદ રાખો કે ઓળખતા ન હોય તેવા લોકો સાથેના સંબંધો પણ તમારી છાપ છોડી જતાં હોય છે. કોઈ રસ્તો પૂછે ત્યારે તમે જે રીતે વાત કરો છો તેના પરથી પણ તમારું માપ નીકળતું હોય છે. તમે એ રસ્તે ન જાવ, એ રસ્તો આગળથી બંધ છે, તમારે ધક્કો થશે. બહેતર એ છે કે તમે બીજા રસ્તે જાવ. થોડું દૂર થશે પણ તમે વહેલા પહોંચશો. આવું કોઈ કહે ત્યારે આપણે તેને ન ઓળખતા હોઈએ તો પણ એવું ફિલ થાય છે કે કેવો સારો માણસ છે. તમારા વિશે કોઈને આવો અભિપ્રાય છે?
સંબંધો લાંબા ગાળાના હોય કે ટૂંકા ગાળાના, વર્ષોના હોય કે ક્ષણોના, આપણા સંબંધોથી આપણી કક્ષા મપાતી હોય છે. કાયમી રોશની ન આપી શકાય તો ક્યારેક આગિયા બનીને ચળકી જવામાં પણ મજા છે, કારણ કે આવા સંબંધો ઘણી વાર આખી જિંદગી રોશની ફેલાવતા રહે છે.
છેલ્લો સીન

સામેનો માણસ ‘કેવો છે?’ એનો જવાબ ‘આપણે કેવા છીએ?’ એ સવાલમાં છુપાયો હોય છે.
Saturday, March 24, 2012
Friday, February 17, 2012
Wednesday, December 8, 2010
ભગવાન ઉપરની શ્રધ્ધા! અને માનવતા..
એક ખુબ જ સરસ વાત છે કે હજીયે આપણા ગામડાંઓમાં માનવતા જીવે છે...
પ્રામાણિક્તા, દીર્ઘસંતોષ, ગમે તેવી હાલતમાં પણ ભગવાન ઉપરની શ્રધ્ધા...એની આ વાત છે.
થોડાક વખત પહેલાં, એક માનતા પુરી થયા પછીથી, તે માન્યા પ્રમાણે હું અમુક ગરીબ ભૂખ્યા લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ-મિઠાઇવાળાની દુકાનેથી બુંદીના ૧0૧ લાડુ અને ગાંઠીયાના ૫૧ પડીકા બંધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉપર નીકળી પડ્યો. થોડાક પડીકા રસ્તામાં આવતા-જતાં ભિખારીઓને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણ કે ત્યાં અથવા મંદિરે જ વધારે ભિખારીઓ મળી રહે...
ભજીયાં, સીંગ ચણા વગેરેની લારીઓથી થોડેક દુર, એક ઝાડ નીચે, એક ભિખારણ બે નાના છોકરાઓને લઇને બેઠી હતી. મેં તેની નજીક જઇને તેને વ્યક્તિદીઠ ૧ એમ ત્રણ પડીકા આપ્યા, અને હજી તો સ્કુટરની કીક મારવા જઉં તે પહેલાં પેલી ભિખારણે "ઓ...સાયેબ...અરે..ઓ..શેઠ" બુમો પાડીને મને રોક્યો. પાસે આવીને મને કહે કે "સાયેબ, તમુયે તૈણ જણના તૈણ પડીકા આપીયા, પન આ નાલ્લો તો હજી હાત મ્હૈનાનો જ થ્યો છે.. ઇ કેમનો ખૈ હખવાનો? લો આ એક પડીકું પાછું લૈ જાવ. કોક બચારા મારાથી વધારે ભુખ્યાને કામ લાગશે."
મારી આંખોમાં આંસુ આવી ગયા. (કેટલી ઇમાનદારી?) છતાં એની પરિક્ષા કરવા માટે મેં પુછ્યું કે,
"જો આ પડીકું તેં તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગેત. શું તારી પાસે સાંજના ખાવા માટેની કોઇ વ્યવસ્થા છે? કે તું શું ખઇશ? છોકરાને શું ખવડાવીશ?"...તેણે હાથ જોડીને જે જવાબ આપ્યો તે સાંભળીને મને તેના ચરણસ્પર્શ કરવાનું મન થઇ ગયું, તેણે કીધું કે, "શેઠ...સાંજની કે કાલની ચિંતા કરવાનું કામ મારૂં નથી, ઉપરવાળાનું છે અને તે જે આપે છે તેટ્લું જ મારૂં છે, (ભગવાન ઉપર કેટ્લી શ્રધ્ધા છે).. જો મારા નસીબમાં હશે તો અહીં જ ઝાડ નીચે બેઠાં- બેઠાં પણ તમારા જેવા કોઇક ગાડીવાળાને નિમીત્ત બનાવીને પણ અમારૂં પેટ ભરશે, પણ તે માટે હું બેઇમાની તો નહીં જ કરૂં. મારા નસીબનું હશે, તેટ્લું જ મને મળશે, નહિતર તમે આપેલુ આ પડીકુ પણ કોઇ કુતરૂં કે કાગડો આવીને ખેંચી જશે. (કેટલો સંતોષ)
જો ભગવાને મને મારા કર્મોના હિસાબે આ ભિખારણનો દેહ આપ્યો છે તો તેમાં જ મારૂં ભલુ હશે અથવા તે જ મારૂં નસીબ હશે, નહિતર હું અત્યારે ગાડીવાળાના ઘરમાં હોત....!!!"
કેવો સરસ માર્મિક જવાબ છે, પોતાની પાસે કશું જ નથી તો ય કાલની કે સાંજની ચિંતા નથી,
અને આપણને ભગવાને એટલું બધું આપી દીધું છે કે આપણને તે સાચવવાની ચિંતા છે...શેમાં પૈસા રોકું તો જલ્દીથી વધે?
૨૫ વર્ષ પછી પાકીને કેટલાં થશે, તેવી ગણતરી કરીને રોકાણ કરીએ છીએ..
૨૫-૩૦ વર્ષનું મોરગેજ, ૨૫ વર્ષ પછી RRSP/CPP/Insurance માંથી કેટલા પાછા આવશે, તે ગણીને આજે ભીડ ભોગવીને ય કાલ માટે બચાવીએ છીએ, અને ભગવાન ઉપર શ્રધ્ધાની મોટી મોટી વાતો કરીએ છીએ...!!!
खबर नहीं है पलकी....
और बात करत है कलकी...

Saturday, November 27, 2010
સારી રીત નથી
A good poem. Although one sided, it does provide a real emotions of few immigrants in USA.
-----
-----
એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી
ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ તમને
શુ લખુ? અહીયા સંસ્કાર કે સંસ્ક્રુતિ સંકલિત નથી.
મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી.
અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના
અહીંયા નરસિંહ મીરા ના પ્રભાતિયા કે ભજન સંગિત નથી.
સંતાનો ના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
અહીયા ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી
બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.
પ્રેમ , વિસ્વાસ અને અનુકુલીન આઘરીત સંબઘો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી
દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયા મા હે પ્રભુ
મનને મારીને જીવ્યાકરવુ એ સારી રીત નથી.

Thursday, October 21, 2010
જીવતી માનું શ્રાદ્ધ કરતો દીકરો..
એક મિત્ર મીઠાઈની દુકાને મળી ગયા. મને કહે - આજે માનું શ્રાદ્ધ છે. માને લાડુ બહુ બહવે એથી લાડુ લેવા આવ્યો છુ.' મારા અશ્ચર્યન પાર ન રહ્યો. હજી પાંચ મિનિટ પહેલાં તો હું એમની માને શાકમાર્કેટમાં મળ્યો હતો. હું કાંઈ બોલું તે પહેલા ખુદ એ માતાજી જ હાથમાં થેલી લઈને ત્યાં આવી પહોંચ્યા. મેં મિત્રના બરડે ધબ્બો લગાવતા પુછ્યુ - 'ભલા માણસ, આ શી મજાક માંડી છે...! માજી તો આ રહ્યા તારી બાજુમા..! મિત્રએ માતાના બન્ને ખભા પર હાથ મુક્યો અને હસીને કહ્યુ : 'દીનેશભાઈ, વાત એમ છે કે માના મર્યા બાદ ગાય-કાગડાને વાસમાં લાડુ મુકવાને બદલે હુ માના ભાણામાં લાડુ મુકી એમને જીવતાજીવત જ તૃપ્ત કરવા માંગુ છુ, હું માનુ છુ કે જીવતાજીવત જ માબાપને સર્વે વાતે સુખી કરો એ જ સાચું શ્રાદ્ધ ગણાય !'
એમની ભાવતી આઈટમ છે. તે બધું જ હુ એમને ખવડાવું છુ. શ્રદ્ધાળુઓ મંદિરે જઈ અગરબત્તી સળગાવે છે. હુ મંદિરે જતો નથી. પણ માના સુવાના ઓરડામાં કાચબાછાપ અગરબત્તી સળગાવી આપું છુ. સવારે મા ગીતા વાંચવા બેસે ત્યારે માનાં ચશ્મા જાતે સાફ કરી આપુ છુ. મને લાગે છે કે ભગવાનનો ફોટો કે મૂર્તિ સાહ કરવા કરતા ઘરડી માનાં ચશ્મા સાફ કરવાથી વધુ પુણ્ય મળે છે !'
મિત્રની વાત શ્રધ્ધાળુઓને ખૂંચે એવી છે પણ વાતમાં વજૂદ છે. આપણે વૃદ્ધોના મૃત્યુ બાદ શ્રાદ્ધ કરીએ છીએ. જ્ઞાતીને લાડુ-દૂધપાકનુ જમણ જમાડીએ છીએ. રિવાજ ખાતર ભલે તેમ કરવુ પડતુ હોય પણ યાદ રહે ગાય-કાગડાને ખવડાવેલું કદી ઉપર પહોંચતુ અંથી. અમેરિકા અને જાપાનમાં પણ સ્વર્ગ માટેની કોઈ 'ટીફિનસેવા' હજી શરૂ થઈ નથી. માવતરને જીવતાજીવત જ બધા સુખો આપીએ તે ઉત્તમ શ્રાદ્ધ ગણાય.
એક સત્ય સમજી લેવા જેવુ છે, દીકરાઓ ગમે તેટલા શાણા, સમજુ અને પ્રેમાળ હોય તો પણ ઘડપણની લાચારી, પીડા અને અસહાયતાનો તેમને ખ્યાલ આવી શકતો નથી. આંખે દેખાતુ બંધ થયા પછી જ અંધાપાની લાચારી સમજાય છે. એ સંજોગોમાં વૃદ્ધોને પૈસા કરતા પ્રેમની અને ટીકા કરતા ટેકાની વધુ જરૂર પડે છે. આજના તણાવયુક્ત જીવનમાં દીકરાઓને માથે પણ ઘણા ટેંશનો અને જવાબદારીનુ ભારણ હોય છે. તેઓ ઈચ્છવા છતાં માબાપની પુરી કાળજી લઈ શકતા નથી. એવા દીકરાઓએ કંઈકે માફ કરી શકાય. પરંતુ કેટલાક યુવાનો પત્ની અને સંતાનોની કાળજી લે છે તેટલી ઘરડાં માબાપોને નથી લેતા. સમાજના મોટાભગના વૃધ્ધો અને કે પ્રકારની અવહેલના ઝીલી (હોઠી ભીડીને)જીવે છે. એવા દીકરાઓ માબાપને પાશેર ખમણ ખવડાવતાં નથી અને મર્યા બાદ હજારો રૂપિયા ખર્ચીને જ્ઞાતીને જમાડે છે. ભાતમાં વહુ અડધી પળી ઘી મુકી નથી આપતી; પણ સ્મશાને ચીતા પર તેના શરીરે ઘી ચોળવામાં આવે છે. મર્યા પછી બ્રાહ્મણોને દાન આપવામાં આવે.. તીર્થસ્થળોએ જઈ શ્રાદ્ધ કરવામાં આવે. આ બધી અનપ્રોડક્ટીવ એક્ટીવીટી છે. જુની પેઢીના લોકોની એ જર્જરીત મનોદશામાં કોઈ પરિવર્તન આવવાનુ નથી. પરંતુ આજના યુવાનો એવા ખોખલા રિવાજને તીલાંજલી આપે તે જરૂરી છે.
હમણા જાણીતા શાયર દેવદાસ - 'અમીર'ની એક પુસ્તીકા હાથે ચડી ગઈ. એમા રમેશ જોશીનું એક વાક્ય વાંચવા મળ્યુ - જ્યારે હુ નાનો હતો અને આંખમાં આંસુ આવતા હતા ત્યારે મા યાદ આવતી, આજે મા યાદ આવે છે ત્યારે આંખમાં આંસુ આવે છે.. ! સંતો કહે છે, 'નાનપણમાં આપણે ચાલી નહોતા શકતા ત્યારે માબાપ આપણી આંગણી ઝાલતા, હવે તેઓ ચાલી નથી શકતા ત્યારે તેમનો હાથ ઝાલવો જોઈએ !'
વારંવાર એક વાત સમજાય છે. ઘરડા માંબાપને તીર્થયાત્રા કરવા ન લઈ જાઓ તો ચાલશે; પણ તેમનો હાથ ઝાલીને આદરપૂર્વક સંડાસ સુધી દોરી જશો તો અડસઠ તીર્થનુ પુણ્ય મળશે. કહે છે માબાપ તે વખત રડે છે. એક દીકરી ઘર છોડે ત્યારે.. અને બીજું દીકરા તરછોડે ત્યારે. પણ માએ તો જીંદગીભર રડવાનુ જ હોય છે. છોકરા નાના હોય અને જમે નહી એટલે મા રડે અને છોકરાં મોટા થઈને જમાડે નહી ત્યારે મા રડે છે ! સંજોગોની એ વિચિત્ર વિટંબણા છે કે જે બાળકને માએ બોલતાં શીખવ્યુ હોય એ દીકરો મોટો થઈને માને ચુપ રહેવાનું કહે છે (જો કે વ્યવ્હારુતા એમાં છે કે સંતાનો પુછે નહી ત્યાં સુધી તેમને કોઈ સલાહ જ ના આપવી. એમ કરવું એ ઘડપણની શોભા પણ છે અને જરૂરિયાત પણ)
માતૃપ્રેમ વિશે લોકકવીઓએ ઘણું લખ્યુ છે. કવી ધરમશીએ લખ્યુ છે - 'પહેલાં રે માતા.. પછી રે પિતા... પછી લેવુ પ્રભુનું નામ.. મારે નથી જાવું તીરથધામ...! પણ હવે સમય અને સમાજ બંને બદલાયા છે. લોકોના વાણી, વર્તન અને જીવનશૈલી પર પશ્ચિમની અસર થઈ છે, જે મા દીકરાને ગર્ભમાં રાખે છે. તેને દીકરા ઘરમાં રાખવા માંગતા નથી. કવી ગુલાબદાન કહે છે; 'ગરીબ માની ઝૂંપડીમાં કોઈ દી' સાંકડ નહોતી થાતી... આજે પાંચ પુત્રોના પાંચ બંગલામાં એક માવડી નથી સચવાતી.. તો શરમ, મરજાદ અને સંસ્કૃતિ ક્યં ગઈ જે ગૌરવ આપણુ ગણાતી...? આલીશાન બંગલામાં પોસાય આલ્સેશીયન.. એમ માવડી નથી પોસાતી..!
અમારા બચુભાઈ કહે છે : 'આણંદના ગોટા અમદાવાદ સ્ટેશને ખાવા મળતા નથી. તેમ જુવાનીમાં સ્ટેશન પર ઘડપણનાં દુ:ખોનો અંદાજ આવી શકતો નથી. નર્કની પીડા આપણે અનુભવી નથી; પરંતુ નર્કની ભયાનકતાથી બચવા આપણે નિયમિત ભગવાનની ભક્તિ કરીએ છીએ, તેમ ઘડપણની યાતનાનો ખ્યાલ ભલે આજે ન આવે પણ તે દુ:ખોની કલ્પના કરીને આપણે વૃદ્ધોની પ્રેમથી સાર સંભાળ રાખવી જોઈએ. માર્ગ પરથી કોઈનુ મૈયત જઈ રહ્યુ હોય ત્યારે ઘણા રાહદારીઓ હાથ જોડીન પગે લાગે છે. તેઓ મરનારને ઓળખતા હોતા નથી. પણ મૃત્યુની અદબ જાળવવા નમન કરે છે.સંસારનો દરેક વૃદ્ધ આદરને પાત્ર હોય કે ન હોય પણ વૃદ્ધાવસ્થા એ જ જીવનયાત્રાનુ અંતિમ સ્ટેશન છે. જીવનભરનાં તમામ કર્મોનો હિસાબ કરીને માનસ અનંતની યાત્રાએ ઉપડી જાય છે. એથી પ્રત્યેક દીકરાએ માબાપની પુરી કાળજી લેવી જોઈએ. લોકકવી ભીખુદાન ગઢવી લખે છે - 'અંતવેળા જેના માબાપ ના ઠર્યા.. સાત જનમ તેના બુરા ઠર્યા...!
ધૂંપછાંવ
દીકરાઓ દુનિયાની દોડમાં હાંફી રહ્યા છે, તેમની પાસે સમય નથી. ઘરડાં માબાપ એ વાત સમજે છે, છતાં ઘડપણમાં તેમને દીકરા જોડે બેસીને વાત કરવાની ઈચ્છા થતી હોય છે. ઘડપણની આ પણ એક જરૂરિયાત છે, ઘરડાં થયા વિના એ સમજી શકાતી નથી, વિદેશમાં એક મા દીકરાને પુછે છે : 'બેટા તુ એક કલાક નોકરી પર મોદો જાય તો કેટલો પગાર કપાય ?' દીકરો કહે છે : 'એક કલાક મોડો જાઉં તો મારા પચાસ ડોલર કપાઈ જાય !' મા કહે છે : 'બેટા, મેં થોડા દિવસ મહેનત કરીને પચાસ ડોલર ભેગા કર્યા છે, તુ પચાસ ડોલર લઈ લે અને મને તારો એક કલાક આપ...!

Friday, October 15, 2010
કાને અથડાતા શબ્દો..
થોડા સમય પહેલાં ઇ-મેઇલમાં પાંચ દેડકાંની વાર્તા મળેલી. વાર્તા કંઇક આવી હતી: એક વાર પાંચ દેડકાંઓએ નક્કી કર્યું કે આપણે પાંચેય વચ્ચે હરીફાઇ કરીએ. સામે જે ઊંચો પર્વત દેખાય છે, તેના ઉપર દોડીને જે સૌથી પહેલો ચડી જાય તે વિજેતા. બીજા દિવસે સવારે હરીફાઇ શરૂ કરવાનું નક્કી થયું. જંગલનાં બીજા બધા પ્રાણીઓ પણ બીજા દિવસે સવારે હરીફાઈ જોવા માટે કુતૂહલવશ હાજર થઇ ગયા.
સસલાએ સીટી મારી અને દોડ થઇ ગઇ શરૂ. પાંચેય દેડકાં કૂદકા મારતાં આગળ વધવા લાગ્યા. શિયાળ, હાથી, સિંહ અને બીજા બધાં પ્રાણીઓને આ તમાશો જોઇને હસવું આવી રહ્યું હતું. અન્ય પ્રાણીઓનું ટોળું એમની પાછળ અને આસપાસ દોડી રહ્યું હતું. સૌ દેડકાંને કહી રહ્યાં હતાં કે ‘તમે તો દેડકાંઓ છો, તમે આટલા ઊંચા પર્વત ઉપર કેવી રીતે ચડી શકશો?’ છતાં દેડકાંઓ દોડતાં રહ્યા. ફરી પાછું કોઇ બોલ્યું, ‘રહેવા દો આ દોડવાનું... મરી જશો...’ એક દેડકો થાકીને અટકી ગયો.
ફરીથી કોઇનો અવાજ આવ્યો, ‘હાં, હવે બરાબર- જો આ એક દેડકો સમજી ગયો એટલે બિચારો બચી ગયો. તમે પણ અટકી જાઓ... આટલો ઊંચો પર્વત ન ચડી શકાય.’થોડી વારમાં બીજા બે દેડકાં અટકી ગયા. ફરી પાછા અવાજ આવવા લાગ્યા, ‘અલ્યા પાગલ થઇ ગયા છો કે શું? હવે તો અટકો, નહીંતર શ્ચાસ ચડશે તો પેટ ફાટી જશે.’ મહામહેનતે પર્વત ચડી રહેલા બેમાંથી એક દેડકો હાંફીને ત્યાં જ મરી ગયો.
છેલ્લો દેડકો હજુ પર્વત ચડી રહ્યો હતો. પ્રાણીઓએ કહ્યું, ‘હજુ સમજી જા, પાછો વળી જા.’ દેડકો ચડતો રહ્યો. કોઇએ કહ્યું ‘ટોચ ઉપર ન પહોંચી શકાય, તારા દોસ્તની જેમ તું પણ મરી જઇશ, અટકી જા.’ છતાં દેડકો પર્વતની ટોચ તરફ આગળ વધતો રહ્યો. પ્રાણીઓએ કહ્યું ‘તમારી સાત પેઢીમાં કોઇ આટલું ઊંચે નથી પહોંચી શક્યું...’ દેડકો છતાંયે ચડતો રહ્યો. પ્રાણીઓએ મજાક શરૂ કરી, ‘હમણાં મરી જશે!’ ‘હમણાં નીચે પડશે!’
પણ દેડકો ચડતો રહ્યો અને આખરે પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો. બધા પ્રાણીઓ ચૂપ થઇ ગયા. જંગલમાં હાહાકાર થઇ ગયો. એક નાનકડો દેડકો પર્વતની ટોચ ઉપર પહોંચી ગયો! સૌએ દેડકાનું મેડિકલ ચેક અપ કરાવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે દેડકો તો બહેરો છે!
આ વાર્તા પરથી કાને અથડાતા શબ્દોની શક્તિનો ખ્યાલ આવે છે. દેડકાને ખબર જ નહતી કે મને કોઇ રોકી રહ્યું છે. એને નાસીપાસ કરે એવા શબ્દો એને સંભળાયા જ નહોતા. માટે એના ઉપર વિચાર કરવાનો સવાલ ન હતો. એટલે જ એનો ડર ન હતો અને એટલા માટે જ ટોચે પહોંચી શકાયું. દેડકાનું નેગેટિવ પ્રોગ્રામિંગ કરવાના જાણ્યે અજાણ્યે થયેલા તમામ પ્રયાસો નિષ્ફળ નીવડ્યા, કારણ કે દેડકો બહેરો હતો.
શક્ય છે કે તમને પણ લોકોના અવાજો સંભળાય, કે ‘હમણાં મંદી છે, સાહસ ન કર,’ ‘તારાથી બિઝનેસ ન થઇ શકે,’ ‘છોડ, એ તારું કામ નથી- તને નહીં ફાવે’, ‘આપણી સાત પેઢીમાં કોઇએ આવું રસ્કિ નથી લીધું’ વગેરે. તો શું કરશો એ વખતે? આપણે તો બહેરા નથી! અને સંભળાય છે માટે અસર પણ કરે છે.. તો શું કરવું? એનો ઉપાય છે, ‘અવેરનેસ’ એટલે કે જાગ્રતતા. ‘હું શું સાંભળી રહ્યો છું.’ એના પર સતત ધ્યાન રાખશો એટલે વણજોઇતા તમામ શબ્દોને પકડી શકશો. જેવા એ શબ્દો પકડાય એટલે મનમાં. એક રટણ ચાલુ કરો કે, ‘દેડકો તો બહેરો છે..’ તમને એ શબ્દો સંભળાતા હોવા છતાં તમને એ અસર કરી નહીં શકે... બસ, કાનમાં ‘અવેરનેસ’ નામ.
"Words are used to express feelings not to impress others".

Thursday, October 14, 2010
સમય નથી..
દરેક ખુશી છે અહિ લોકો પાસે, પણ હસવા માટે સમય નથી
દિવસ-રાત દોડતી દુનિયા મા, જિંદગી માટે પણ સમય નથી
માંના હાલરડાનો અહેસાસ છે, પણ માંની મમતા માટે સમય નથી
બધા નામ મોબાઈલમા છે પણ, મિત્રતા માટે સમય નથી
આંખોમા છે ઊંઘ ઘણીયે, પણ સુવા માટે સમય નથી
પારકાઓની શું વાત કરવી, પોતાના માટે પણ સમય નથી
પૈસાની દોડમા એવા દોડયા, કે થાક્વાનો પણ સમય નથી
પારકા અહેસાનોની શું કદર કરીએ, જ્યાં પોતન સપનાની જ કદર નથી
તુ જ કહે મને, શું થશે આ જિંદગીનુ
જ્યાં દરેક પળે મરવાવાળાને, જિવવા માટે પણ સમય નથી
આ મારા પુત્ર માટેઃ
સમય છે પાસે, પણ સમય સાથે સમય કાઢવાનો સમય નથી
Tuesday, September 21, 2010
મનન કરવા જેવા વિચારો..
[1] ઉતાવળે પરણીને આપણે નિરાંતે પસ્તાઈએ છીએ!
[2] ભેગા થવું એ શરૂઆત છે, ભેગા રહેવું તે પ્રગતિ છે, પરંતુ ભેગા મળી કામ કરવું તે સફળતા છે.
[3] ‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો.
[4] જીભ કદાચ તોતડી હશે તો ચાલશે, પરંતુ તોછડી હશે તો નહિ ચાલે.
[5] મેળવજો નીતિથી, વાપરજો પ્રીતિથી, ભોગવજો રીતિથી, તો બચી જશો દુર્ગતિથી.
[6] દુશ્મન કરતાં દોસ્તને માફ કરી દેવાનું કામ વધુ કપરું છે…!!
[7] જરૂર કરતાં વધારે જમવું એટલે સ્મશાનમાં જવું!
[8] પત્નીની વાત પતિ ખરેખર સાંભળતો ત્યારે હોય છે, જ્યારે પોતાની પત્ની ઉચ્ચારતી ન હોય તેવો શબ્દેશબ્દ એ સમજી જતો હોય!
[9] લગ્ન જીવન સફળ બનાવવા માટે અનેક વાર પ્રેમમાં પડવું જરૂરી છે – હંમેશા એની એ વ્યક્તિ સાથે.
[10] માતાનું હૈયું એ શિશુની શાળા છે.
[11] એક કુટુંબનું જે નિર્માણ કરે છે ને તેને ટકાવી રાખે છે, અને જેના હાથ હેઠળ બાળકો ઊછરીને ખડતલ ને ચારિત્ર્યવાન નરનારીઓ બને છે, તે નારીનું સ્થાન એકમાત્ર ઈશ્વરની પછી આવે છે.
[12] સફળતાની સડક એવા પુરુષોથી ભરચક હોય છે – જેમને પીઠ પાછળથી એમની પત્નીઓ આગે બઢાવતી હોય છે.
[13] સર્જનહારની સમસ્ત સૃષ્ટિમાં સુંદરમાં સુંદર ને સૌથી દિવ્ય છે બાળકો.
[14] પ્રાણ એ પ્રથમ ભેટ, સ્નેહ એ બીજી અને સમજણ એ ત્રીજી.
[15] વસ્તુની નજીક જઈએ એટલે એનું સૌંદર્ય પ્રગટ થાય છે, પણ એનું કાવ્ય તો દૂરથી જ ખીલે છે.
[16] માણસ ફુલાવાનું જલ્દી સ્વીકારે છે, યોગ્ય રીતે પણ સંકોચાવાનું નહીં!
[17] સૌને મન ભરીને માણવું છે, જીવવું છે- પણ મન ક્યારેય ભરાતું નથી, પેટની જેમ!
[18] વ્યક્તિની પ્રસન્નતા એની આંતરિક સુંદરતા દર્શાવે છે, વિચારો એના મનોજગતના આંદોલનોની સ્થિતિ બતાવે છે અને વર્તન એનાં હૃદયની ભાષા વ્યકત કરે છે.
[19] મનની વિચાર દષ્ટિને પણ મોતિયો આવે છે ખરો!
(20] જીવનનો પહેલો સંઘર્ષ મન સાથે કરવો પડે છે. કારણ કે એને નકારાત્મક વલણનો સહેલો રસ્તો જ પસંદ છે.
[21] માણસને મોતથી વધુ એનાં ‘ડર’ ની બીક લાગે છે!
[22] આદત ધીમેધીમે જરૂરિયાત બની જાય ત્યારે માનવીની મજ્બૂરી જીવનને મૂરઝાવી દે છે.
[23] પૃથ્વી પર લહેરાતાં ફૂલો, ફૂલો પર રહેલાં ઝાકળબિંદુઓ અને બાળકો ઈશ્વરના દસ્તખત છે.
[24] માણસનો વ્યવહાર અને વૃત્તિઓ એનું દર્પણ છે.
[25] આત્મપ્રશંસા જેવું કોઈ ઝેર નથી, આત્મનિંદા જેવું કોઈ અમૃત નથી!
[26] ખાઈમાં પડેલો બચી શકે, પણ અદેખાઈમાં પડેલો ન બચી શકે!
[27] પુરુષના જીવનમાં અહંકાર અને સ્ત્રીના જીવનમાં અલંકાર તોફાનો સર્જે છે.
[29] જે આળસુ છે તેને માટે જ ભગવાને આવતીકાલ સર્જી છે!
[30] માણસ હોંશિયાર છે કે નહીં તે એણે આપેલા જવાબ પરથી આપણે કહી શકીએ. એ શાણો છે કે કેમ તે એના સવાલો પરથી!
[31] લગ્ન પહેલાં તમારી આંખો ખૂબ ઉઘાડી રાખજો, અને પછી અરધી મીંચેલી.
[32] જગતમાં માત્ર બે જ વ્યક્તિ મૂર્ખ છે. એક નિંદા કરનારી અને બીજી, રસપૂર્વક નિંદા સાંભળનારી!

Subscribe to:
Posts (Atom)