Saturday, November 27, 2010

સારી રીત નથી

A good poem.  Although one sided, it does provide a real emotions of few immigrants in USA.
-----
એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી
ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ તમને
શુ લખુઅહીયા સંસ્કાર કે સંસ્ક્રુતિ સંકલિત નથી.
મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી.
અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના 
અહીંયા નરસિંહ મીરા ના પ્રભાતિયા કે ભજન સંગિત નથી.
સંતાનો ના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
અહીયા ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી
બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.
પ્રેમ , વિસ્વાસ અને અનુકુલીન આઘરીત સંબઘો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી
દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયા મા હે પ્રભુ
મનને મારીને જીવ્યાકરવુ એ સારી રીત નથી.

No comments: