Monday, January 10, 2011

નિયમ છે આ જગતનો આપીને કંઈ જવાનું?

નિયમ છે આ જગતનો આપીને કંઈ જવાનું?
લાવ્યો હતો શું સાથે? લઈને પણ શું જવાનું?

વીતી જશે રે જીવન, જડશે ના દરિયો સુખનો,
આનંદ છે અનેરો આપીને કંઈ જવાનું?

લઈને ભૂલે એ માણસ, આભાર માનવાનો,
વારો હવે છે તારો આપીને બસ જવાનો.

મિથ્યા છે પાઠ પૂજા, મતલબ શું જાતરાનો,
થઈએ દયા નથી તો, આપી પણ શું જવાનુ?

વિનતી છે સાદ સુણજો, ભુખી એ આંખડીનો,
આતમ જગાડો દીવડો, આપીને કંઈ જવાનુ?

- સિધ્ધાર્થ દોશી

No comments: