Saturday, July 27, 2013

હાસ્યની ફૂલકણી – સંકલિત

હાસ્યની ફૂલકણી – સંકલિત

કોલેજના ક્લાસમાં વાંદરો આવીને બારી ઉપર બેઠો – એ જોઈ એક છોકરી બોલી :

‘સર, તમારા ભાઈ આવ્યા…’
સર : ‘બેન, જમાનો બદલાય ગયો છે, હવે તો નામથી બોલાવાય…!!

******

છોકરો : ‘તમે છોકરીઓ આટલી સુંદર કેમ હોવ છો ?’
છોકરી : ‘એ તો ભગવાને અમને એમના પોતાના હાથે બનાવી છે ને એટલે.’
છોકરો : ‘જા…જા અવે, વાતો તો એવી કરે છે કે જાણે છોકરાઓને તો નેટ પરથી ડાઉનલોડ કર્યા હોય !’

******

‘જિંદગીની સૌથી વિચિત્ર ક્ષણ કઈ છે ?’
‘જ્યારે તમે સ્મશાનમાં હોવ અને તમારા મોબાઈલમાં રીંગ વાગે, જેનો રીંગટોન હોય…. ‘ઈટ્સ ટાઈમ ટુ ડિસ્કો !!’

******

શિક્ષક : ‘ટેબલ પર ચાર માખીઓ હતી. તેમાંથી એક મેં મારી નાખી. હવે ટેબલ પર કેટલી માખી હશે ?’
વિદ્યાર્થીની : ‘એક જ. મરેલી માખી.’

******

શેઠાણી : ‘જો હું તારા ભરોસે ઘર છોડી થોડા દિવસ બહારગામ જાઉં છું. બધી ચાવીઓ અહીં જ છે. ધ્યાન રાખજે.’
શેઠાણી પરત આવ્યા બાદ.
નોકરાણી : ‘મેડમ, હું તમારું કામ છોડું છું. તમને મારામાં વિશ્વાસ નથી. તમે જે ચાવી મૂકી ગયાં હતાં તે કબાટને લાગતી નથી.’

******

નોકરિયાત : ‘મને પગાર વધારો કરી આપો. મારી પાછળ ત્રણ કંપનીઓ પડી છે.’
શેઠ : ‘અચ્છા, કઈ કંપનીઓ છે ?’
નોકરિયાત : ‘ટેલિફોન, ઈલેક્ટ્રિક અને ગેસ કંપની.’

******

ડૉક્ટર : ‘મોટાપાનો ફક્ત એક જ ઈલાજ છે કે તમે રોજ ફક્ત બે જ રોટલી ખાઓ.’
સંતા : ‘પણ એ બે રોટલી ખાધા પછી ખાવાની કે ખાતા પહેલા ?’

******

લગ્નની રાતે બિચારો સન્તા ભારે મુંઝવણમાં મુકાઈ ગયો કે નવી નવી પત્ની જોડે વાત શું કરવી ?
આખરે અડધો કલાક વિચાર્યા પછી એણે પૂછ્યું : ‘આપ કે ઘરવાલોં કો માલુમ હૈ ના, કિ આજ રાત આપ ઈધર રહનેવાલી હો ?’

******

દિકરી (મમ્મીને ફોન પર) : ‘મમ્મી, મારા હસબન્ડ જોડે મારો ઝઘડો થઈ ગયો. હું ઘરે પાછી આવું છું.’
મમ્મી : ‘તારા પતિને સુખ નહિ, સજાની જરૂર છે. તું ત્યાં જ રહે, હું તારા ઘરે રહેવા આવું છું !’

******

‘સુંદર રાત્રિ અને ભયાનક રાત્રિમાં ફેર શું ?’
‘સુંદર રાત્રિ એ કે જ્યારે તમે તમારા ટેડીબેરને વ્હાલથી બાથ ભરીને સૂઈ ગયા હોવ અને ભયાનક રાત્રિ એ કે જ્યારે તમારું ટેડીબેર તમને સામેથી બાથ ભરે !’

******

પપ્પા (દિકરાને) : ‘તું નાપાસ કેમ થયો ?’
દિકરો : ‘શું કરું, પપ્પા ? 50 GB સિલેબસ હતો….. 50 MBનો મેં સ્ટડી કરેલો…. એમાંથી 5 KBના સવાલોના જવાબ લખેલા તો માર્ક Bytesમાં જ મળેને ?’

******

‘સવારે લાઈબ્રેરી કેટલા વાગે ખૂલશે ?’
‘સાડા આઠ વાગે. પણ આટલી મોડી રાતે તમે કોણ છો ? અને ક્યાંથી ફોન કરો છો ?’
‘હું એક વાચક છું અને લાઈબ્રેરીની અંદરથી ફોન કરું છું.’

******

પત્નીએ નવું સિમ-કાર્ડ ખરીદ્યું. પતિને સરપ્રાઈઝ આપવા માટે, કિચનમાં જઈને એણે મેસેજ કર્યો : ‘હાય ડાર્લિંગ….’
પતિનો તરત જવાબ આવ્યો : ‘તને થોડીવારમાં ફોન કરું છું…. પેલી ડાકણ કિચનમાં છે….’

******

પંજાબ નેશનલ બેન્કે બન્તાને નોટિસ મોકલી :
‘યોર બેલેન્સ ઈઝ આઉટ સ્ટેન્ડિંગ….’
બન્તાએ તરત જવાબ આપ્યો : ‘થેન્ક્સ ફોર ધ કોમ્પ્લીમેન્ટ્સ !’

******

પ્રેમી : ‘તારા જન્મદિવસે હું તારા વર્ષ જેટલાં ફૂલોનો બુકે ભેટ મોકલીશ.’
પ્રેમીએ 21 ગુલાબનાં ફૂલો પ્રેમિકાના ઘરે પહોંચાડવાનો ઓર્ડર આપ્યો.
ફૂલવાળાએ ગ્રાહકને ખુશ કરવા એક ડઝન ગુલાબ પોતના તરફથી ઉમેરીને મોકલ્યાં.
પ્રેમીને સમજાયું જ નહીં કે પ્રેમિકાએ એની સાથે સંબંધ કેમ કાપી નાખ્યો !

******

‘તારી પાસે ઈન્ટરનેટ કનેકશન છે ?’
‘ના… એ શું વળી ? એમ કર, મને એ પેન ડ્રાઈવમાં કોપી કરીને આપી દે…’

******

મા : ‘બેટા શું કરે છે ?’
દીકરો : ‘વાંચું છું.’
મા : ‘વાહ ! શું વાંચે છે ?’
દીકરો : ‘તારી ભાવિ પુત્રવધૂનો એસએમએસ !’

******

શાકાહાર માટેનું ચિહ્ન બતાવતાં શિક્ષકે બાળકને પૂછ્યું : ‘આ પારલે-જી બિસ્કિટના પેકેટ પર લીલા કલરનું ટપકું છે એ શું દર્શાવે છે ?’
બાળક : ‘મેડમ…. એનો અર્થ એ છે કે પારલે-જી અત્યારે ઓનલાઈન બેઠા છે !’

******

એક શિક્ષકે કલાસરૂમમાં મંત્રીના દીકરાને પ્રશ્ન પૂછ્યો.
શિક્ષક (મંત્રીના દીકરાને) : ‘દુકાળ અને પૂરમાં શું તફાવત હોય છે ?’
મંત્રીનો દીકરો : ‘જમીન-આસમાનનો.’
શિક્ષક : ‘કેવી રીતે ?’
મંત્રીનો દીકરો : ‘દુકાળમાં મારા પપ્પા જીપમાં સ્થળની મુલાકાત લે છે, જ્યારે પૂરમાં હેલિકોપ્ટરમાં…!!’

******

ન્યુયોર્કથી રામજીભાઈનો ફોન આવ્યો :
‘હેલ્લો… મોટાભાઈ, અહીંયા આજે સવારે જેન્તીકાકાનું અવસાન થયું છે. એમની ડેડબોડી કોફિનમાં મોકલું છું, કોફિનમાં ઓશિકા નીચે તમારા માટે બે જીન્સ છે, નાના ખિસ્સામાં ડાયમંડની રિંગ છે. જેન્તીકાકાની બોડીના હાથે રોડોની ઘડીયાળ છે તે પ્રવિણકાકા માટે છે અને પગમાં રીબોકના શુઝ છે તે ધવલ માટે છે. પિંકીની મેકઅપ કીટ જેન્તીકાકાના શર્ટમાં છે અને સુટના ખિસ્સામાં આઈ-ફોન અને બ્લેકબેરી છે !
બીજું કાંઈ મંગાવુ હોય તો જલદી કહેજો! રમાકાકી પણ સિરિયસ છે