(૧) જન્મ....
એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.....
(૨) બચપણ
મમતાનો દરિયો છે જે પ્રેમથી ભર્યો છે, જે ડુબી શક્યો તે તરી ગયો છે....
(૩) તરુણાવસ્થા
કંઇ વિચારો, કંઇ આશાઓનો પહાડ છે. મેળવવાની અનહદ આશા અને લુટવાની તમન્ના છે. તરુણાવસ્થા એટલે તરવરાટ, થનગનાટ...અને અનેક નવી મૂંઝવણો....
(૪) યુવાવસ્થા
બંધ આંખોનું એ આંધળુ સાહસ છે... તેમા જોશ છે, ઝનુન છે, ફના થવાની ઉમ્મીદો .. અને કુરબાન થવાની આશા છે.
(૫) પ્રૌઢાવસ્થા
ખુદને માટે કશુ ન વિચારતા... બીજા માટે કરી છુટવાની ખુશી છે. કુટુંબ માટે કંઇ કરી છુટવાની જીજીવિશા છે.
(૬) ઘડપણ
વિતેલા જીવનના સરવાળા બાદબાકી છે, જેવું વાવ્યું તેવું લણવાનો સમય છે...
(૭) મરણ
જીદગીની કિતાબના પાના ખુલ્લા થશે... નાડીએ નાડીએ કર્મ તૂટશે.. પાપ-પૂણ્યનો મર્મ ખુલશે...ધર્મ-કર્મનો હિસાબ થશે... સ્વર્ગ-નરકનો માર્ગ થશે.... પોતાનાનો પ્યાર છુટશે........અને... સાત પગલા પુરા થશે..... માટે..સાત પગલાની..પાણી પહેલા પાળ બાંધો....
(૧) જીદગીને કોઇપણ જાતની શરત વગર પ્રેમ કરો.
(૨) તમે નહી ખર્ચેલા નાણાના તમે ચોકીદાર છો, માલીક નથી!
(૩) દુનિયામા દરેક માણસ એમજ સમજે છે કે... તે .. પોતે જ... ચાલાક છે...! પરંતુ જ્યારે કુદરતનો તમાચો પડે છે ત્યારે માંની છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય છે! માટે તમારી હોશીયારી તમારી પાસે જ રાખો!
(૪) જો તમને...પહેરવા કપડા, રહેવા ઘર અને..બે ટાઇમ અન્ન મળતું હોય તો...ઉપરવાળાનો આભાર માનજો.. તમારાથી બીજા કેટલા સુખી છે..તે જોવા કરતા બીજા કેટલા દુઃખી છે.. તે જોશો તો... તમારે માટે સ્વર્ગ અહીં જ છે!
(૫) તમે પૈસાદાર હો કે ગરીબ..બધા અંતે મ્રુત્યુને જ વરે છે! મુખ્ય વાત તો એ જ છે કે..તમારી ખોટ કેટલાને પડી? તમારી યાદમા કેટલી આંખો ભીની થઇ!
My humble attempt and musing to grow up and hopefully be a better human being during this life time. I plan to share some of the books, writings, poems that have helped me grow up so far. Of course the journey continues till the last day. I would love to hear from the readers which books, writings, poems, anything else which have influenced them in their lives. ~~ I get lots of nice "forwarded" emails. The blog also serves as collecting pot of these selected stories & writings.
No comments:
Post a Comment