Saturday, March 31, 2012

સંબંધનો એક ચમકારો પણ પૂરતો હોય છે (ચિંતનની પળે)

ચિંતનની પળે - કૃષ્ણકાંત ઉનડકટ

ધન વિના મોજશોખ માણે છે, કોઈ એવા અમીરને ઓળખ,
તું જ આસન લગાવ અંતરમાં, તું જ તારા કબીરને ઓળખ.
- હરજીવન દાફડા

દરેક સંબંધનું એક આયુષ્ય હોય છે. કોઈ સંબંધ કાયમી હોતા નથી. માણસ એની એક જિંદગીમાં અનેક સંબંધો જીવે છે. એક સમયે જે સૌથી નજીક હોય એ થોડા જ સમયમાં દૂર થઈ જાય છે. ઘણી વખત જેની કલ્પના પણ ન હોય એ વ્યક્તિ નજીક આવી જાય છે. સંબંધોનાં કોઈ કારણ નથી હોતાં. કોઈ વ્યક્તિ શા માટે તમારો દોસ્ત છે? કોઈ વ્યક્તિને મળવાનું શા માટે મન થાય છે? જે ગમતું હોય એ જ કેમ દૂર થઈ જાય છે? દૂર થવું હોય તેનાથી દૂર નથી થવાતું અને નજીક રહેવું હોય તેને દૂર જતાં રોકી નથી શકાતા! આ બધું કોણ નક્કી કરે છે? શું સંબંધો નસીબનો જ એક ભાગ છે? આપણને સમજે અને આપણને ગમે એવા લોકો કેમ બહુ થોડા હોય છે?

એક બાળકે તેના ટીચરને પૂછયું, પરી કેમ માત્ર સપનામાં જ આવે છે? ટીચરે કહ્યું કે, આપણાં મનમાં આપણને ગમતી વ્યક્તિની એક કલ્પના હોય છે. એ આપણને રૂબરૂ નથી મળતી ત્યારે સપનામાં આવે છે. દરેક વ્યક્તિના મનમાં અમુક સંબંધો જીવતાં હોય છે, એ ઘણી વખત સજીવન થઈને સામે આવી જાય છે. મોટા થતાં જઈએ એમ સંબંધો બદલાય છે અને સપનાઓ પણ બદલાય છે. મોટા થઈ જઈએ પછી કેમ પરી સપનામાં નથી આવતી? કારણ કે આપણે તેને ભૂલી ગયા હોઈએ છીએ.

સંબંધો સપનાં જેવા છે. ક્યારેક ઊગી નીકળે છે અને ક્યારેક તૂટી જાય છે. આપણને કંઈ લેવા દેવા ન હોય એવી વ્યક્તિ ઘણી વખત આપણી સાવ નજીક હોય છે. ખુશીમાં યાદ આવતાં લોકો અને તકલીફમાં યાદ આવી જતાં લોકો ઘણી વાર જુદા જુદા હોય છે. તમે કેવા લોકો સાથે જીવો છે, કેવા લોકોને મળો છે, કોની સાથે તમને ગમે છે, કોની સાથે તમને ફાવે છે, તેના ઉપરથી તમે કેવા છો એ નક્કી થતું હોય છે. એક ફિલોસોફરે સરસ વાત કરી છે કે તમારે કોઈ વ્યક્તિને સમજવી કે પારખવી હોય તો તેના મિત્રો અને તેના સંબંધો કોની સાથે છે તેની તપાસ કરો, એ માણસ કેવો છે એ તમને ખબર પડી જશે.

માણસ બદલાય છે એમ એના સંબંધો બદલાય છે. શાળાના મિત્રો જુદા હોય છે, કોલેજના ફ્રેન્ડસ વળી સાવ જુદા હોય છે. સાથે કામ કરનારા લોકોમાંથી અમુક આપણને સારા લાગે છે. બાજુની ચેરમાં બેસીને કામ કરતી વ્યક્તિ પાસે હોય છે પણ સાથે નથી હોતી અને દૂર રહેતા લોકો પાસે નથી હોતા પણ નજીક હોય છે. ઘણા લોકો ચાલ્યા જાય પછી જ યાદ આવતા હોય છે. દૂર જાય ત્યારે જ તેની કિંમત સમજાય છે.

એક ભાઈની બાજુમાં બેસતા કર્મચારીની બદલી થઈ. એ માણસ ઓછું બોલતો પણ જ્યારે બોલતો ત્યારે સુંદર બોલતો. સારું થયું હોય ત્યારે અભિનંદન આપતો અને કંઈ ભૂલ થઈ ગઈ હોય તો સુધારવામાં મદદ કરતો. એ માણસ પ્રેમથી બધાની વિદાય લઈ ચાલ્યો ગયો. તેની જગ્યાએ જે માણસ આવ્યો એ બોલકો હતો. નક્કામી અને વાહિયાત વાતો કરતો રહેતો. કામ હોય ત્યારે છટકી જાય. બદલી પામીને ચાલ્યો ગયો હતો એ માણસ વારંવાર યાદ આવી જતો. કેટલાંક સંબંધો હોય ત્યારે નથી સમજાતા અને ન હોય ત્યારે આવા સંબંધો જિવાઈ જતાં હોય છે.

કેટલાક સંબંધો આગિયા જેવા હોય છે. જરાક અમથા ઝબકીને અજવાળું આપી ચાલ્યા જાય. આગિયાની એક ખૂબી ખબર છે? એ અંધારું હોય ત્યારે જ દેખાય છે. ચારે બાજુ રોશની હોય ત્યારે આગિયાની હાજરી વર્તાતી નથી. કેટલાંક સંબંધો પણ એવા જ હોય છે, એ અંધારા કે મુશ્કેલી વખતે જ પ્રગટે છે. ક્યાંક કોઈ રોશની ન હોય, ક્યાંય ધ્યાન પડતું ન હોય ત્યારે એ સંબંધ જીવતો થાય છે અને મુશ્કેલી દૂર થતાં જ ગુમ થઈ જાય છે. આવા લોકો અને આવા સંબંધો ઘણી વખત એન્જલ કે ચમત્કાર જેવા લાગતા હોય છે. દરેકની જિંદગીમાં ક્યારેક આવી કોઈ વ્યક્તિ આવી જતી હોય છે જે બહુ થોડો સમય રહે છે અને પછી તેની હાજરી સતત વર્તાય છે.

એક માણસ વિદેશ ગયો. અગાઉ ક્યારેય ન ગયો હોય એવું નવું શહેર હતું. આજુબાજુમાં અનેક લોકો હતા, પણ બધા જ અજાણ્યા. કોઈ સામું ન જુએ અને બધા ફટાફટ પસાર થઈ જાય. એ માણસ નવી ધરતી પર ઉદાસ હતો. ક્યાંય ગમતું ન હતું. ગુમસૂમ બેઠો હતો. અચાનક જ એક માણસ આવ્યો. ‘હાય’ કરીને વાતો શરૂ કરી. સાથે કોફી પીવા લઈ ગયો. મજાથી વાતો કરી. હસ્યો અને હસાવતો રહ્યો. અડધી કલાક પછી એ ઊભો થયો અને કહ્યું કે બાય, હું જાઉં છું. તેણે ન તો નામ પૂછયું હતું કે ન નામ કહ્યું હતું. એ જતો હતો ત્યારે પેલા ભાઈએ તેને પૂછયું, તમે કોણ છો? આમ અચાનક મને ખુશ અને હળવો કરીને તમે ચાલ્યા જાવ છો? તમે કોઈ ફરિશ્તા છો? પેલા માણસે આંખમાં આંખ પરોવી અને કહ્યું કે, ના, હું ફરિશ્તો નથી. એક અજાણ્યો માણસ છું. પહેલી વખત આ દેશમાં અને આ શહેરમાં આવ્યો છું. મને ક્યાંય ગમતું ન હતું. જીવ ઉદાસ હતો. તમને જોયા અને મને થયું કે આપણામાં કંઈક સરખું છે. કદાચ એ આપણા બંનેની ઉદાસી હતી. મને થયું કે તમારી સાથે વાત કરું, થોડુંક હસું અને આપણા બંનેની ઉદાસી દૂર કરું. દોસ્ત, મારે નામ નથી કહેવું, આપણો સંબંધ કદાચ આટલી ક્ષણો પૂરતો જ હતો. મારે તો એટલું સમજવું હતું કે, આપણી ઉદાસી દૂર કરવી હોય તો કોઈની ઉદાસી દૂર કરવી જોઈએ. ક્યારેય એકલતા ફિલ ન કરો. આટલું કહી એ ચાલ્યો ગયો. એ માણસ ગયો અને બધી જ ઉદાસી સાથે લેતો ગયો.

કોણ હતો એ ખબર નથી પણ જ્યારે મન ઉદાસ હોય ત્યારે એ નજર સામે આવી જાય છે અને બધી ઉદાસી ચાલી જાય છે. એને મેં નામ આપ્યું છે, આગિયો!

ઘણી વખત સાવ અજાણી જગ્યાએ આવા થોડીક વાર ચમકી જતાં સંબંધો મળી આવે છે. સંબંધો જીવનનો એક ભાગ છે કે પછી સંબંધો જ જીવન છે? કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં તમે કેવું વર્તન કરો છો અને આખી સ્થિતિને કેવી રીતે ટ્રીટ કરો છો તેના પરથી તમારા સંબંધોનું માપ નીકળતું હોય છે.

ઓળખતા હોય તેવા લોકો અને ઓળખતા ન હોય તેવા લોકો સાથેના આપણા સંબંધ કેવા હોય છે? એક વાત યાદ રાખો કે ઓળખતા ન હોય તેવા લોકો સાથેના સંબંધો પણ તમારી છાપ છોડી જતાં હોય છે. કોઈ રસ્તો પૂછે ત્યારે તમે જે રીતે વાત કરો છો તેના પરથી પણ તમારું માપ નીકળતું હોય છે. તમે એ રસ્તે ન જાવ, એ રસ્તો આગળથી બંધ છે, તમારે ધક્કો થશે. બહેતર એ છે કે તમે બીજા રસ્તે જાવ. થોડું દૂર થશે પણ તમે વહેલા પહોંચશો. આવું કોઈ કહે ત્યારે આપણે તેને ન ઓળખતા હોઈએ તો પણ એવું ફિલ થાય છે કે કેવો સારો માણસ છે. તમારા વિશે કોઈને આવો અભિપ્રાય છે?

સંબંધો લાંબા ગાળાના હોય કે ટૂંકા ગાળાના, વર્ષોના હોય કે ક્ષણોના, આપણા સંબંધોથી આપણી કક્ષા મપાતી હોય છે. કાયમી રોશની ન આપી શકાય તો ક્યારેક આગિયા બનીને ચળકી જવામાં પણ મજા છે, કારણ કે આવા સંબંધો ઘણી વાર આખી જિંદગી રોશની ફેલાવતા રહે છે.

છેલ્લો સીન
સામેનો માણસ ‘કેવો છે?’ એનો જવાબ ‘આપણે કેવા છીએ?’ એ સવાલમાં છુપાયો હોય છે.

Sunday, March 18, 2012

The Old Phone..

When I was quite young, my father had one of the first telephones in our neighborhood. I remember the polished, old case fastened to the wall. The shiny receiver hung on the side of the box. I was too little to reach the telephone, but used to listen with fascination when my mother talked to it.

Then I discovered that somewhere inside the wonderful device lived an amazing person. Her name was 'Information Please' and there was nothing she did not know. 'Information Please' could supply anyone's number and the correct time.

My personal experience with the genie-in-a-bottle came one day while my mother was visiting a neighbor. Amusing myself at the tool bench in the basement, I whacked my finger with a hammer. The pain was terrible, but there seemed no point in crying because there was no one home to give sympathy.

I walked around the house sucking my throbbing finger, finally arriving at the stairway. The telephone! Quickly, I ran for the footstool in the parlour and dragged it to the landing. Climbing up, I unhooked the receiver in the parlor and held it to my ear. 'Information, please,' I said into the mouthpiece just above my head.

A click or two and a small clear voice spoke into my ear. 'Information.'
'I hurt my finger...' I wailed into the phone. The tears came readily enough now that I had an audience.
'Isn't your mother home?' came the question.
'Nobody's home but me,' I blubbered.
'Are you bleeding?' the voice asked.
'No,' I replied. 'I hit my finger with the hammer and it hurts.'
'Can you open the icebox?' she asked.
I said I could.
'Then chip off a little bit of ice and hold it to your finger,' said the voice. 


After that, I called 'Information Please' for everything I asked her for help with my geography, and she told me where Philadelphia was. She helped me with my math. She told me my pet chipmunk that I had caught in the park just the day before, would eat fruit and nuts. Then, there was the time Petey, our pet canary, died. I called, 'Information Please', and told her the sad story. She listened, and then said things grown-ups say to soothe a child. But I was not consoled. I asked her, 'Why is it that birds should sing so beautifully and bring joy to all families, only to end up as a heap of feathers on the bottom of a cage?'

She must have sensed my deep concern, for she said quietly, 'Paul, always remember that there are other worlds to sing in.'

Somehow I felt better.

Another day I was on the telephone, 'Information Please'
'Information,' said in the now familiar voice.
'How do I spell fix?' I asked.

All this took place in a small town in the Pacific Northwest. When I was nine years old, we moved across the country to Boston. I missed my friend very much. 'Information Please' belonged in that old wooden box back home and I somehow never thought of trying the shiny new phone that sat on the table in the hall. As I grew into my teens, the memories of those childhood conversations never really left me. Often, in moments of doubt and perplexity I would recall the serene sense of security I had then. I appreciated now how patient, understanding, and kind she was to have spent her time on a little boy.

A few years later, on my way west to college, my plane put down in Seattle. I had about a half-hour or so between planes. I spent 15 minutes or so on the phone with my sister, who lived there now. Then without thinking what I was doing, I dialled my hometown operator and said, 'Information Please'.

Miraculously, I heard the small, clear voice I knew so well. 'Information.' I hadn't planned this, but I heard myself saying, 'Could you please tell me how to spell fix?'

There was a long pause. Then came the soft spoken answer, 'I guess your finger must have healed by now.'
I laughed, 'So it's really you,' I said. 'I wonder if you have any idea how much you meant to me during that time?'

I wonder,' she said, 'if you know how much your call meant to me. I never had any children and I used to look forward to your calls.'

I told her how often I had thought of her over the years and I asked if I could call her again when I came back to visit my sister.

'Please do', she said. 'Just ask for Sally.'

Three months later I was back in Seattle. A different voice answered, 'Information.' I asked for Sally.

'Are you a friend?' she said.

'Yes, a very old friend,' I answered.

'I'm sorry to have to tell you this,' she said. 'Sally had been working part-time the last few years because she was sick. She died five weeks ago.'

Before I could hang up she said, 'Wait a minute, did you say your name was Paul?'
'Yes,' I answered.
'Well, Sally left a message for you. She wrote it down in case you called. Let me read it to you.' The note said, 'Tell him there are other worlds to sing in. He'll know what I mean.'

I thanked her and hung up. I knew what Sally meant.

Never underestimate the impression you may make on others! You just never know! Whose life have you touched today?

Thursday, March 15, 2012

Thought of the Day..

Every battle is not meant to be fought & every point is not meant to be proven.

Some things in life are just meant to be..!

Monday, March 12, 2012

360° Aerial Panorama

AirPano is a noncommercial project focused on high resolution 3D aerial panoramas. AirPano team is the group of russian photographers and panorama enthusiasts. During the next 2-3 years they plan to shoot the aerial panoramas and create the virtual 3D tours of the most interesting places of our planet.

Very Impressive!

Sunday, March 4, 2012

Who Packed Your Parachute?

Sometimes in the daily challenges that life gives us, we miss what is really important. We may fail to say hello, please, or thank you, congratulate someone on something wonderful that has happened to them, give a compliment, or just do something nice for no reason.

Charles Plumb, a US Naval Academy graduate, was a jet pilot in Vietnam. After 75 combat missions, his plane was destroyed by a surface-to-air missile. Plumb ejected and parachuted into enemy lands. He was captured and spent 6 years in a communist Vietnamese prison. He survived the ordeal and now lectures on lessons learned from that experience.

One day, when Plumb and his wife were sitting in a restaurant, a man at another table came up and said, "You're Plumb! You flew jet fighters in Vietnam from the aircraft carrier Kitty Hawk. You were shot down!" "How in the world did you know that?" asked Plumb. "I packed your parachute," the man replied.

Plumb gasped in surprise and gratitude. The man pumped his hand and said, "I guess it worked!" Plumb assured him, "It sure did. If your chute hadn't worked, I wouldn't be here today."

Plumb couldn't sleep that night, thinking about that man. Plumb says, "I kept wondering what he might have looked like in a Navy uniform: A white hat, a bib in the back, and bell bottom trousers. I wonder how many times I might have seen him and not even said good morning, how are you or anything because, you see, I was a fighter pilot, and he was just a sailor."

Plumb thought of the many hours the sailor had spent on a long wooden table in the bowels of the ship, carefully weaving the shrouds and folding the silks of each chute, holding in his hands each time the fate of someone he didn't know.

Now, Plumb asks his audience, "Who's packing your parachute?"

Everyone has someone who provides what they need to make it through the day. Plumb also points out that he needed many kinds of parachutes when his plane was shot down over enemy territory - he needed his physical parachute, his mental parachute, his emotional parachute, and his spiritual parachute. He called on all these supports before reaching safety. His experience reminds us all to prepare ourselves to weather whatever storms lie ahead. As you go through this week, this month, this year... recognize people who pack your parachute!

Saturday, March 3, 2012

"દવા ની સાથે સાથે દિલ થી કરેલી દુવાઓ પણ કામ કરે છે"

ડૉ.શરદભાઇ અમદાવાદ શહેરના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત છે. એમના જીવનનો આ યાદગાર પ્રસંગ એમના જ શબ્દોમાં:

“આ વાતને વીસ વર્ષ થ્યાં છે. મારે ત્યાં દીકરાનો જન્મ થયો. સમય કરતાં એ ઘણો વહેલો આવી ગયેલો. જન્મ સમયે એનું વજન માંડ દોઢ કિલોગ્રામ. અત્યંત નબળો બાંધો. મારા મિત્ર ડૉકટરે સલાહઆપી કે, તાત્કાલિક આને નારણપુરા ખાતેની એક પ્રસિધ્ધ હૉસ્પિટલમાં લઇ જાવ. એને કાચની પેટીમાં ઘણો લાંબો વખત રાખવો પડશે.

આખા અમદાવાદમાં એ સમયે માંડ બે-ત્રણ જગ્યાએ જ કદાચ આ સુવિધા ઉપલબ્ધ હતી. મારા દીકરાને દાખલ કર્યો. એ સમયે અન્ય નવજત બાળકો પણ ત્યાં હતાં. બે-ત્રણ દિવસે એકાદ બાળક ઇશ્વરને પ્યારું થઇ જતું હતું. હું ખૂબ જ હતાશ થઇ ગયો હતો. ડૉક્ટર પણ એમના શક્ય તમામ પ્રયાસો કરતા હતા.

મારા દીકરાની સ્થિતિ ઘણી જ ચિંતાજનક હતી. આ પરિસ્થિતિમાં મણિનગર ખાતેનું મારું દવાખાનું પણ ચાલુ રાખવું જરૂરી હતું. કારણ મારા દર્દીઓને તકલિફ પડે, તો જાય ક્યાં? હું આખી રાત મારા દીકરા પાસે રહેતો અને સવારે ઘેર આવી, નાહી-પરવારી સવારના દર્દીઓને તપાસ મારા દીકરાની હાલતમાં ખાસ કોઇ સુધારો જણાતો ન હતો. આપરિસ્થિતિમાં એને અન્ય જગ્યાએ લઇ જવો પણ કેવી રીતે? ડૉક્ટરે પણ ઉપરવાળા ઉપર ભરોસો રાખવાનો દિલાસો આપી દીધેલો.

એક દિવસે સાંજના મારી ઓપીડી પતાવી હું દીકરાને જોવા અધીરો થઇ રહ્યો હતો, ત્યાં જ મારા સ્ટાફ નર્સે કહ્યું કે કોઇ મુસ્લિમ બાઇ આવી છે. મેં કહ્યું કે, સમય પૂરો થઇ ગયો છે. કાલે આવવાનું કહી દો. હું દરવાજા બંધ કરી બહાર નીકળી રહ્યો હતો ને એ મુસ્લિમ બાનુ હાથ જોડી મને કરગરી રહીહતી. હું ગુસ્સે થઇ ગયો. ‘મારે બહાર જવાનું છે. તમે કાલે આવજો.’ જવાબમાં એ રીતસરની મારી સામે ઝૂકી પડી. ‘સાહેબ, ખાનપુરથી ચાલતાં આવ્યા છીએ.મારી હાલત જુઓ. અવતીકાલે પાછું ચાલીને જ આવવું પડશે. દયા કરો સાહેબ, અલ્લાહ…. તમારા દીકરાને ખૂબ લાંબુ આયુષ્ય આપશે…..’

હું સડક થઇ ગયો. એનું છેલ્લું વાક્ય મારા હૃદયની આરપાર નીકળી ગયું. પાછો વળી ગયો. એ બાઇને ખૂબ શાંતિથી તપાસી, જરૂરી દવાઓ પણઆપી.’કેટલા પૈસા આપું,સાહેબ?’ એના હાથ ફરી જોડાઇ ગયા. હું એને જોઇ જ રહ્યો. જે બાઇ આઠ-દસ કિલોમીટર ચાલીને આવી હોય. એની પાસેથી શું લઇ શકાય? મારાથી બોલાઇ ગયું, ‘બહેન… તું મને ફરીથી દિલથી દુવા આપ….મારા માટે એ જ તારી ફી છે.’ એ બાઇએ જીર્ણ થઇ ગયેલા સાડલાથી આંખો લૂછી ખરી, પણ …. આભારવશ બનેલી એ આંખો કાબૂમાં ના રહી.’અલ્લાહ…. આપકે બેટેકો લમ્બી ઉમ્ર દે….’ એના અંતરના આશીર્વાદ લઇ, હું જાણેહલકોફૂલ થઇ ગયો. અને પછી જે ચમત્કાર સર્જાયો, એ આજીવન નહીં ભૂલાય.

મારા ફોનની ઘંટડી રણકી ઊઠી, ‘શરદભાઇ… ગુડન્યૂઝ. ઇંગ્લૅંડથી મારા એક પરિચિત ડૉક્ટર આપણી હૉસ્પિટલમાં આવ્યા છે.તમારા દીકરાને એમણે તપાસી ઇંગ્લૅંડથી લાવેલું એક ઇંજેશન પણ આપી દીધું છે, દીકરો રડી રહ્યો છે. ડૉક્ટર મિત્રનું કહેવું છે કે, એ ઘણો જ સ્વસ્થ છે. ચિંતા કરવાની કોઇ જરૂર નથી. તમે જલદીથી દીકરાને મળવા આવીજાવ…’

હું હૉસ્પિટલ પહોંચ્યો, ઇંગ્લૅંડથી આવેલા ડૉક્ટર મને ભેટી પડ્યા. ને હું હીબકે ચડી ગયો…. મારા દીકરાએ પણ મારી સાથે સૂર પુરાવ્યો ત્યારે બંને ડૉક્ટરોની પણ આંખો ભીની થઇ ગઇ.

Thursday, March 1, 2012

Humility!!

A British, an American, a Canadian and an Indian were in a discussion during an Antique Collectors dinner.
 


British: “I have inherited a large fortune....I want to buy the world’s rarest 10 pens!”
 


American: “I am wealthier. I will buy the best 20 antique watches in the world!”
 


Canadian: “That’s nothing. I am a rich guy.... I intend to purchase the best 50 Vintage Cars!”
 


They then all wait for the Indian to speak....

He stirs his coffee, places the spoon neatly on the table, takes a sip of his coffee, looks at them and softly says: ...................

“I'm not selling!!!"