અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં.
પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં.
જાપાન વીજાણુ યંત્રો થકી, સમૃદ્ધ બન્યું જગમાં;
આપણે વૈભવલક્ષ્મીનાં વ્રતો કરી, ગરીબી રાખી ઘરમાં.
અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે અંધ કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં.
ઍડવર્ડ જેનરે રસી શોધી, શીતળા નાબુદ કર્યા જગમાં;
આપણે શીતળાનાં મંદીર બાંધી, મુર્ખ ઠર્યા આખા જગમાં.
પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં..
વાસ્તુશાસ્ત્રનો દંભ ને વળગાડ, લોકોને પીડે આ દેશમાં;
ફાલતુશાસ્ત્ર છે એ, છેતરાશો નહીં, ઠગનારા ઘણા છે આ દેશમાં.
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં.
લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં.
અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે.
Repost from an email received.
ReplyDelete---
ભાઈ શ્રી દેસાઈ ભાઈ , આપનો બ્લોગ વાંચી ને એક સમ વિચારધારા ધરાવનાર મિત્ર મળ્યા નો રાજીપો થયો , દોસ્ત આપણો સમાજ આવી માન્યતા ઓ અને અંધ શ્રદ્ધા થી એટલી હદે ઘેરાયેલો છે કે વાત ના પૂછો ..મને તાજેતર માં એક સબંધી ને ત્યાં થી એક બુક હાથ માં આવી .મેં તેના પર લાગેલી ધૂળ ને ખંખેરી ને ટાયટલ પેઈજ વાંચ્યું "વહેમ - અંધશ્રદ્ધા નિષેધ" લેખક ડો.જેરામ દેસાઈ (નડીયાદ) મારા સબંધી જ્યોતિષ તેમજ તંત્ર મંત્ર ના જાણકાર તેમજ પ્રોફેસનલ માણસ હતા , મેં તેઓ પાસે થી બુક માંગતા તેઓ બોલ્યા નકામી બુક છે, બેકાર છે !!!! આ મારા સબંધી આ કામકાજો માટે વિદેશ પ્રવાસ પણ કરે છે !!! વિદેશી ઓ ના ખર્ચે !!! ખેર .. આ બુક વાંચ્યા બાદ મેં તેના લેખક શ્રી નો સમ્પર્ક કર્યો ..તેઓ એ મને મંજુરી આપી અને દરેક ને આ બુક નો પ્રચાર કરવા તેમજ પ્રસાર કરવા ની છૂટ છે, આ બુક મેં નીચે આપેલ લિન્ક પર પ્રસિદ્ધ કરેલી છે, તો આપ પણ તેને વાંચી ડાઉનલોડ કરી ડો જેરામ દેસાઈ ના કાર્ય માં સહયોગી બનો તેવી અપેક્ષા રાખું છું , અને હા મારા mailbox માં તમારા પ્રત્યુતર ની રાહ જોઇસ
http://www.scribd.com/doc/39802822/%E0%AA%B5%E0%AA%B9%E0%AB%87%E0%AA%AE-%E0%AA%85%E0%AA%82%E0%AA%A7%E0%AA%B6%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A7%E0%AB%8D%E0%AA%A7%E0%AA%BE-%E0%AA%A8%E0%AA%BF%E0%AA%B7%E0%AB%87%E0%AA%આ૭
જગદીશ ભટ્ટ ના
યથા યોગ્ય