એક અનોખું કાવ્ય-અમેરીકાના અનુભવો
એવુય નથી કે વતન માટે મને પ્રિત નથી
હુ એય જાણૂ છુ કે અમેરીકા રહેવામા મારુ હીત નથી
ઇચ્છા થાય છે અમેરીકાના અનુભવો લખુ તમને
શુ લખુ? અહીયા સંસ્કાર કે સંસ્કૃતિ સંકલિત નથી.
મને ઘણૉ થાય છે વતન છોડ્યાનો અફ્સોસ હવે,
હિમાલય છોડીને સ્નોના ઢગલા મેળવામા કાઇ જીત નથી.
અમેરીકન રેપ સોંગ સાંભળીને કાન ને એઠા કરવાના
અહીંયા નરસિંહ મીરા ના પ્રભાતિયા કે ભજન સંગિત નથી.
સંતાનો ના ઉછેરીકરણ નોય અહીંયા હોય છે હિસાબ કિતાબ
અહીયા ભરતીય માબાપ જેવુ ઉદારીકરણ ગણિત નથી
બદલાતી ફેશનના નખરા અહીંયા હોય છે નિત્ય નવા
સ્ત્રીના બાહ્ય સૌદર્ય જેટ્લુ આંતરીક સૌદર્ય ચકચકીત નથી.
પ્રેમ, વિસ્વાસ અને અનુકુલીન આઘરીત સંબંઘો નથી
ઇન્ડીયન કલ્ચર જેવુ લગ્નજીવન અહીંયા વ્યવસ્થિત નથી
દુઃખી થવાની ઘણીજ રીતો હશે દુનિયા મા હે પ્રભુમનને
મારીને જીવ્યાકરવુ એ સારી રીત નથી
હવે વાંચો એનો જડબેસલાક જવાબ ( From US )
જે દેશનો રોટલો ખાવો છે-તેને ગાળો ભાંડવી ઠીક નથી.
વતનને તરછોડી આવ્યા છો જાતે, હવે રોદડાં રડવા ઠીક નથી.
લો કટના બ્લાઉઝ અને ખુલ્લા પેટ ગુજરાતમાં જોયા પછી,
અમેરિકાની સંસ્કૃતિની વાતો કરવી ઠીક નથી.
સરસ્વતી મંદીરોમા, જયાં વિદ્યાર્થીનીઓ સેઇફ નથી,
ત્યાં રોજે સંસ્કૃતિના બણગાં ફૂંકવા ઠીક નથી.
બોલિવુડના બિભત્સ ન્રુત્યોને રોજ ટીવી પર જોયા પછી,
મનમાં ગમતી-અમેરિકાની ફેશન વખોડવી ઠીક નથી.
જયાં ઘરડાંઘર નીત નવા બંધાતા હોય ત્યાં,
ભારતિય માબાપોની સેવા કરતાં શ્રવણોની વાતો ઠીકથી.
મહારાજો ,બાબાઓ,લાલુઓ, ઠાકરેઓ-અને “ભાઇ”ઓ નો.
દેશ છોડી આવ્યા પછી, હવે ઓબામાને ગાળો દેવી ઠીક નથી.
જે માને તમે તરછોડીને આવ્યા છો તે હજુ ત્યાં જ છે.
પાછા પહોંચી જાવ,કોઇ રોકે નહી, મગર આ ફોગટના આંસુ ઠીક નથી.
No comments:
Post a Comment